Posted by: Rachit | March 3, 2008

નથી

આવી ચડે અચાનક એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

એકાદ હો તો માંડીને વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

મંદિર જેમ ઈશ્વર પત્થર બની જશે
સારું થયું કે ઘર ઉપર કોઈ ધજા નથી

ખરતી વખત એ પાંદ્ડાએ વૃક્ષને કહ્યું,
ખરવામાં છે એવી ટકવામાં મજા નથી.

શાળા બહાર બાળકે ‘વિસ્મય’ વિશે પૂછ્યું
લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’

- Gunjan Gandhi

From, http://gujaratikavita.blogspot.com/2008/02/blog-post_27.html

Leave a response

Your response:

Categories