Posted by: Rachit | July 19, 2007

બહુ થયું

લાગણીનું પાન લીલું રાખવા
આસું ક્યાં ઉઘરાવવા ચારે તરફ

ઘણીવાર વરસાદ એવો પડે કે
ચિતા પર ચડો ને સળગવા ન દે

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઇએ
જીવવા માટે બહાનું જોઇએ

રમેશ, એક જણ સાચુ રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઇએ

- રમેશ પારેખ

From, http://www.forsv.com/guju/?p=527

Posted by: Rachit | June 18, 2007

હાયકુ - પ્રયાસ 3

નવો દિવસ
નવી સવાર, એજ
જૂનાં સવાલો!

Posted by: Rachit | June 8, 2007

સંબંધ

તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા…
  ફરી આજે
તને વૃદ્ધાશ્રમે દોરી જતા…

- પ્રવીણ ભુતા

From, http://www.forsv.com/guju/?p=240

Posted by: Rachit | June 4, 2007

હાયકુ - પ્રયાસ 2

આડું અવળું
જોયા વગર, હવે
જીવવા માંડો!

Posted by: Rachit | May 25, 2007

હાયકુ - પ્રયાસ 1

થાકી ગયો છું
હું ખુદને મારાંમાં
શોધતાં હવે…

- રચિત

Posted by: Rachit | May 11, 2007

સુંદર મુક્તક

જનમનું  એક  બંધન  જીવને   જીવનથી  બાંધે છે
જીવન જીવતાં જટિલ  જંજાળ જગની રોજ બાંધે છે
મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે
અહીંના    લોક   મડદાને   ય   મુશ્કેટાટ   બાંધે છે

- મધુકર રાંદેરિયા

From, http://layastaro.com/?p=744

Posted by: Rachit | May 2, 2007

હિમાંશુ ભટ્ટ

The best Gujarati Blog on web is Mr. Himashu Bhatt’s blog. Very very well written poetry. Just awesome!

I personally thank a lot Mr. Bhatt for bringing such great creations. 

Posted by: Rachit | January 26, 2007

જિંદગી, બિચારી

જિંદગી એક સંઘૅષ અહિં છે.

Posted by: Rachit | January 24, 2007

શા માટે?

જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?

વસ્ત્રો સાદા જેણે પહેર્યાં સદા,
એને કિમતી કફન શા માટે?

જેને ચરણ કદી ના ફુલ ધર્યાં,
ફુલ હાર ગળામાં શા માટે ?

જેને જોવા કદી ના દિલ તડપ્યું,
એના રંગીન ફોટા શા માટે?

એક પ્રેમ સરિતા સુકાઇ ગઇ,
હવે કિનારે જાવું શા માટે?

જેના ચરણોમાં કદી ના નમ્યો,
એની છબીને વંદન શા માટે?

ધૂપસળી સમ જેનું જીવન હતું ,
હવે ધૂપ જલાવો શા માટે?

આંખોના તેજ બુઝાઇ ગયા,
હવે ઘીના દીવા શા માટે?

જેનું જીવન ગીતાનો સાર હતો,
હવે ગીતા વાંચન શા માટે?

જીવનભર સૌના હિત ચાહ્યાં,
એના મોક્ષની વાતો શા માટે?

મળે કદી જો જીવનમાં,
તો ઇશ્વરને મારે પુછવું છે.

સારા માનવની વૈકુંઠમાં
તને જરુર પડે શા માટે?

- ડો. દીનેશ શાહ

- From, http://layastaro.com/?p=628

Posted by: Rachit | January 5, 2007

અશ્રુ

ડૂબકી દરિયે દીધા વગર
મોતી આવે નહીં જળ ઉપર;
આખું ભીતર વલોવાય
તો અશ્રુ આવે છે પાંપણ સુઘી.

from, http://tahuko.com/?p=573

« Newer Posts - Older Posts »

Categories