ઉમ્મીદવાર છે

વેરાન રાહ છે, ન કોઈ આવનાર છે,
ઓ જિન્દગી, આ કોનો તને ઈંતેજાર છે !

ક્યાં નેત્ર મેં મીંચ્યાં ને હવે ક્યાં ખૂલી રહ્યાં,
કેવા અજાણ મુલ્કમાં ઊગી સવાર છે !

કોની દુઆ હતી કે અસર આટલી થઈ,
ડૂમો હતો હૃદયમાં હવે અશ્રુધાર છે !

એથી તો મૂકતો નથી નિ:શ્વાસ મારગે,
હું તો નિરાશ છું ઘણા ઉમ્મીદવાર છે.

રોકી શકો તો રોકો તમે કાળચક્રને,
યુગને ન રોકો, એ તો ફકત રાહદાર છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં,
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

મારા જીવનની ખેર પૂછો છો તો કહી દઉં,
દીપક જલી રહ્યો છે, છતાં અન્ધકાર છે.

– શ્રી હરીન્દ્ર દવે

– From, http://www.readgujarati.com/sahitya/?p=1345

Advertisements
ઉમ્મીદવાર છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s