Mummy

કંઈક તો ખોવાય છે …
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?
વિચાયું કે સોફા કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.
ખબર પડી તો યાદ આવ્યું કે,
એની ઉપર બેસનારું કોઇ ખોવાય છે.

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,
પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,
“ઘરે કેટલા વાગે આવીશ” વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં જ છે,પણ જે ખોળામાં સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .

લાગે આજ કાલ કાન માં ઓછું સંભળાય છે.
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય છે, ખબર પડી તો યાદ આવ્યું “બેટા બેટા કહીને બોલાવનાર ખોવાય છે.

સપના માં લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે પણ આંખ ખોલી ને જોવું તો , “Mummy જ ખોવાય છે”

Mummy

Leave a comment